Thursday, 15 August 2019

73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તથા વાલી સંમેલન - 2019



73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તથા વાલી સંમેલન - 2019  

 

દેશભક્તોની શહાદત થકી મળેલી સ્વતંત્રતાને યાદ કરી એકતાનગર પ્રા. શાળામાં ૧૫ મી ઓગસ્ટની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન, વાલી સંમેલન તથા દાતાઓના સન્માનનો કાર્યક્રમ યોજાઈ ગયો.


નિવૃત્ત શિક્ષક હિરાભાઈ રોહિત તથા હાજર મહેમાનોના હસ્તે 
ધ્વજવંદન કરવામાં આવ્યું. સૌને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

 

શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે ૭૩મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે વાલીઓને શાળામાં બાળકોની નિયમિતતા, ગણવેશ, સ્વચ્છતા, કન્યાશિક્ષણ, જળસંચય, વૃક્ષારોપણ, ગ્રીનસ્કુલ અને જ્ઞાનકુંજ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. 


શાળાને દાન આપનાર દાતાઓ સિદ્દીકમીયાં તથા આશિકમીયાં કાજીનું મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું

હાજર મહેમાનોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રનું સંચાલન કિંજલ સોનારા તથા કિરણભાઈ સોલંકીએ કર્યું.
..............................................................
સાભાર : લોગો 
એકવીબોટ્સ ટેકનો.પ્રા.લિમિટેડ, આણંદ 







Friday, 9 August 2019

મહિલા શિક્ષણ દિવસ અને શાળા વનીકરણની ઉજવણી


મહિલા શિક્ષણ દિવસ અને શાળા વનીકરણની ઉજવણી

મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે મહિલા શિક્ષણ દિવસ તથા શાળા વનીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નિવેદિતા ફાઉન્ડેશનના ચેરપર્સન નીપાબેન પટેલ, તાલુકા સદસ્ય ઈરફાનમીયાં કાજી, એસ.એમ.સી. અધ્યક્ષ રમીલાબેન ઠાકોર તથા એસ.એમ.સી. સભ્યોએ હાજરી આપી.


શાળાની બાળાઓ અને શિક્ષકોએ સાથે મળી મહિલા સશક્તિકરણ જાગૃતિ અર્થે રેલીનું આયોજન કર્યું હતું. 'બેટી બચાઓ, બેટી પઢાઓ' જેવા સ્લોગનો સાથે રેલીમાં ધો. 5 થી 8 ના બાળકો જોડાયા હતા.


ધો. ૫ થી ૮ માં અભ્યાસ કરતી દીકરીઓમાં નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધા કરવામાં આવી હતી. પ્રથમ ત્રણ નંબરને શાળા તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા. 


શાળાની દીકરીઓ સાથે ગણવેશ અંગે ચર્ચા કરવાની સાથે સાથે જીવનમાં બચત કરવાની ટેવ પાડવા અનુરોધ કરતા નીપાબેન પટેલ 



શાળાના બાળકોને ઘરે વાવી ઊછેર કરવા માટે એક છોડ ભેટ આપવામાં આવ્યો હતો. બાળકોએ પોતાના ઘરે રોપેલા છોડની કાળજી લેશે તેવો સંકલ્પ લીધો હતો.


શાળા વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ‘એક ઝાડ, એક બાળ’ ને ધ્યાનમાં રાખી હાજર મહેમાનોના હસ્તે બાળકોને સાથે રાખી શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.


સરદાર ગુર્જરી  - 9/8/2019 


દિવ્ય ભાસ્કર  - 8/8/2019 

સ્થાનિક સમાચારપાત્રોએ પણ અમારા કામને બધા વાચકો સુધી પહોચાડ્યું.       આભાર... 







Sunday, 4 August 2019

આશાવાદી ઓગષ્ટ - 2019


આશાવાદી ઓગષ્ટ - 2019 



 

' એક બાળ, એક ઝાડ  ' કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોએ વૃક્ષો વાવવાની સાથે સાથે ઉછેરવાનો જે સંકલ્પ લીધો જેમાં  બાળકોથી લઈ મધ્યાહ્ન ભોજનના કર્મચારીઓ પણ સાથે રહયા તેનો આનંદ છે. શાળા વનીકરણ કાર્યક્રમને સફળ બનાવવા ' વૃક્ષ ઉછેર મારી જવાબદારી ' છે તેમ સમજી આગળ વધવું પડશે.

...........................................................


        

એકતાનગર (નાપા) શાળા કક્ષાએથી દર માસે ઈ-મેગેઝીન 'ધબકાર' બહાર પડે છે. તે અંતર્ગત 31 મો અંક આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. આવો, સત્ર અને શ્રાવણ માસની શરૂઆતમાં વરસાદી માહોલમાં 'એક બાળ એક ઝાડ' અંતર્ગત શાળા વનીકરણ તરફ આગળ વધીએ.

Link પર Click કરી અમારી શાળાનું  ઈ મેગેઝિન વાંચી શકશો.

https://issuu.com/ektanagarnapa/docs/dhabkar_aug_19

..................................................




WALMI સંસ્થા ખાતે જળ સંવર્ધન તાલીમમાં બોરસદ તાલુકાના મુ.શિ. તરીકે  હાજરી આપી પાણી સંવર્ધન અંગે ભવિષ્યને માટે ચિંતા અને ચિંતન કરવાનો મોકો મળ્યો. ચાલો, સૌ સાથે મળી બાળકોમાં પાણી બચાવવાના વિચારને પ્રસ્થાપિત કરીએ.