સોહામણો સપ્ટેમ્બર - ૨૦૨૦
રોટરી ક્લબ, બોરસદ ધ્વારા શાળા કક્ષાએ સુંદર કામગીરી કરતા શિક્ષકોનું દર વર્ષે સન્માન કરે છે. અમારી શાળાના શિક્ષક કિરણભાઈ સોલંકીનું પણ આ વર્ષે સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું એ અમારા માટે આનંદની વાત છે. આ તકે શાળા અને એસ.એમ.સી. પરિવાર કિરણભાઈ સોલંકીને અભિનંદન પાઠવે છે અને રોટરી ક્લબ, બોરસદ અને હેમંત ભાઈ મહીડાનો વિશેષ આભાર વ્યક્ત કરે છે. સી.આર. સી. કક્ષાએ પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. સૌનો આભાર....
શાળામાં મધ્યાહ્ન ભોજનમાં બાળકોને શાળામાં તૈયાર થયેલું શાકભાજી અને ફળો મળે તે હેતુથી સરકારના ઉમદા હેતુને સિદ્ધ કરવા એમ.ડી.એમ. બોરસદના સુપરવાઈઝરે શાળાના કિચન ગાર્ડનની મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
નાપા કન્યા સી.આર.સી. ખાતે ચાલતા વર્ચ્યુઅલ સ્ટુડીયોમાં વિવિધ વિષયો અને પ્રકરણોને ધ્યાનમાં રાખી બાળકો માટે લેશન આપી રહ્યા છે. જેનો સીધો લાભ બાળકોને મળી રહ્યો છે.
જરૂરીયાતમંદ એવા બાળકોને શોધી જે.સી.આઈ. મિલ્ક સીટી, આણંદના સહયોગથી મચ્છરદાની મળતા ધો. ૫ માં અભ્યાસ કરતી સીમાને મચ્છરોથી છુટકારો મળી ગયો. આભાર : JCI teem
'શાળાઓ બંધ છે પણ શિક્ષણ ચાલુ છે' ત્યારે પ્રજ્ઞા વર્ગોમાં ગુજરાતી અને ગણિત વિષયમાં પ્રવૃત્તિઓ કરી બાળકો સુધી પહોચાડવા શિક્ષકો પ્રયત્ન કરી રહ્યા છે તેનું પ્રતિબિંબ આ તસવીરોમાં જોવા મળે છે.
No comments:
Post a Comment