જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, આણંદ
ધ્વારા આયોજિત બાળમેળો - 2021/22
ગિજુભાઈ બધેકા બાળમેળો - ધો. 1 થી 5
ગિજુભાઈ બધેકાને યાદ કરી ચાલુ વર્ષે ધો. 1 થી 5 ના બાળકો માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, આણંદ ધ્વારા આયોજિત બાળમેળામાં બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો.
રંગપૂરણી, ચિત્રકામ, કાગળકામ, ચીટકકામ, માટીકામ, બાલવાર્તા અને બાલનાટક
જેવા અલગ અલગ વિભાગોમાં પ્રવૃત્તિઓ કરી સમજ પ્રાપ્ત કરી.
વસ્તુઓ જાતે બનાવી તેનો આનંદ તેમના ચહેરા પર તરવારતો જોવા મળ્યો.
ધો. 1 થી 5 માં નાના બાળકોને પ્રોત્સાહિત કરવા શિક્ષકોએ પણ એટલો જ ઉત્સાહ દાખવ્યો.
...........................................................
જીવન કૌશલ્ય આધારિત બાળમેળો - ધો. 6 થી 8
ધો. 6 થી 8 માં અભ્યાસ કરતાં બાળકો જ્યારે કિશોરાવસ્થામાંથી પસાર થઈ રહ્યા
હોય ત્યારે જીવન કૌશલ્યો શીખવા એટલા જ જરૂરી હોઈ બાળમેળામાં પ્રવૃત્તિ કરાવવામાં આવી. ખાણીપીણીની વસ્તુઓ અને સ્ટેશનરીની વસ્તુઓનું વેચાણ કેન્દ્ર
'એક્તા રામહાટ' પણ ચલાવવામાં આવ્યું. જેમાં શાળાના બધા જ શિક્ષકો
- બાળકોએ ભાગ લીધો અને ખરીદી પણ કરી.
પોતાના શરીરની સ્વચ્છતાની વાત હોય, વ્યસનોથી દૂર રહેવાની વાત હોય કે
પોતાનામાં રહેલી આવડતથી પેપર બેગ બનાવવાની હોય આ દરેક પ્રવૃત્તિઓમાં
શાળાની દીકરીઓ અગ્રેસર જ રહી છે.
બાળકોની ઊંચાઈ માપવાથી લઈને રોજબરોજના વ્યવહારમાં વપરાતી વસ્તુઓનો કેવી રીતે ઉપયોગ કરવો, ગેસની બોટલ બદલવી, સાયકલમાં પડેલું પંચર બનાવવું, બગીચાકામ કેવી રીતે કરવું અને કોવિડ જેવા રોગોથી કેવી રીતે બચવું તેની સમજ પણ શિક્ષકો ધ્વારા પૂરી પાડવામાં આવી.
Great work by students
ReplyDelete