Thursday, 10 February 2022

વોટર કુલરનું બાલાર્પણ તથા પુસ્તક વાચક સ્પર્ધા 22

 એકતાનગર શાળામાં વોટર કુલરનું બાલાર્પણ 

તથા પુસ્તક વાચક સ્પર્ધા

કોવિડ બાદ શાળાઓ ખૂલી છે ત્યારે બાળકોને શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી સ્વ. બાબુભાઇ પટેલ, નાપાના સ્મર્ણાર્થે એકતાનગર પ્રા. શાળા(નાપા) ને આપવામાં આવેલ વોટર કુલરનું બાલાર્પણ પિયુષભાઈ પટેલ તથા રીટાબેન શેઠ (USA) ના હસ્તે કરવામાં આવ્યું. તથા ધો. 6 થી 8 ના બાળકોની પુસ્તકવાચક સ્પર્ધાનું આયોજન પણ કરાયું હતું.


આ પ્રસંગે દાતાશ્રી પિયુષભાઈ પટેલ, રીટાબેન શેઠ (USA), એસ.એમ.સી. અધ્યક્ષ સંજયભાઇ ઠાકોર તથા શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ તથા બાળકો અને શિક્ષકોએ માસ્ક સહીત સામાજિક અંતર સાથે હાજરી આપી હતી.

 

શાળાના બાળકોના હસ્તે પુષ્પગુચ્છ અને પુસ્તક વડે મહેમાનોના સ્વાગત બાદ શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે શાળા પર્યાવરણ તથા શિક્ષણક્ષેત્રે થતી નવીન પ્રવૃત્તિઓની માહિતી આપી સૌને વાકેફ કર્યા હતા. 

શાળાને વોટર કુલરનું દાન આપનાર પિયુષભાઈ તથા રીટાબેન શેઠનું પુષ્પગુચ્છ વડે સન્માન કરાયું હતું. દાતાશ્રી પિયુષભાઈ પટેલ અને રીટાબેન શેઠે શાળામાં ચાલતી પ્રવૃત્તિઓને બિરદાવી, બાળકોને વધુ ઉત્સાહ સાથે નિયમિત શાળાએ હાજરી આપવા અનુરોધ કર્યો હતો. 

શાળા ધ્વારા આયોજિત ધો. 6 થી 8 ના બાળકો માટે પુસ્તકવાચક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ભાગ લઈ પોતાને ગમતા પુસ્તકોની વાત રજૂ કરી હતી. પ્રથમ ક્રમ મેળવનાર બાળકોને ઈનામ પણ આપવામાં આવ્યા હતા. 

 

શાળા સાથે જોડાઈને વિવિધ પ્રવૃત્તિઓમાં સહયોગી થવા બદલ કિરણભાઈ સોલંકીએ એસ.એમ.સી. અને શાળા પરિવાર વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી.


No comments:

Post a Comment