એકતાનગર પ્રાથમિક શાળામાં પેટલાદ ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલે મુલાકાત લઈ નવા
તૈયાર થયેલા ઓરડામાં બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રસંગે જિ.પં.સદસ્ય સાજીદભાઈ
રાણા, પૂર્વ જિલ્લા મહામંત્રી સુભાષભાઈ
બારોટ, ઠાકોર સમાજ અગ્રણી હરમાનજીભાઈ ઠાકોર, ઈરફાનમીયાં કાજી, પિયુષભાઈ પટેલ, C.R.C.Co. અનિલભાઈ રાણા, સાલીમમીયાં કાજી, સંજયભાઇ ઠાકોર, SMC અધ્યક્ષ ટીનાભાઈ ઠાકોર, મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ
તથા ગ્રામજનો, બાળકો, શિક્ષકો અને SMC સભ્યોએ હાજરી આપી હતી.
પ્રાર્થના કાર્યક્રમ બાદ શાળાના બાળકોના હસ્તે પુસ્તક અને પુષ્પગુચ્છ આપી મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું. શાબ્દિક ઉદ્બોધન ડૉ. હિતેન સોલંકીએ કર્યું હતું. શાળાકીય પ્રવૃત્તિઓની માહિતી મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલે આપી હતી.
પેટલાદ ધારાસભ્યશ્રી
કમલેશભાઈએ શાળામાં થતી પ્રવૃત્તિઓને બિરદાવી બાળકોને સાચું બોલવાની વાત સાથે
મા-બાપ-ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. G 20 અંતર્ગત કલા ઉત્સવમાં વિજેતા બાળકોનું સન્માન કરાયું હતું.
સમગ્ર શિક્ષા દ્વારા તૈયાર થયેલા બે વર્ગખંડોમાં દીપ પ્રાગટય કરી, ધારાસભ્યશ્રી કમલેશભાઈએ બાળકોને પ્રવેશ અપાવી શુભકામનાઓ પાઠવી હતી. ભવિષ્યમાં શાળાને ઉપયોગી થવાની ખાતરી આપી, બાળકો સાથે સીધો સંવાદ કરી શુભેચ્છાઓ આપી હતી.
પિયુષભાઇ
પટેલે શાળાને 5000/-રૂl. ના દાનની પણ જાહેરાત કરી
હતી. શાળામાં નવા આવેલા શિક્ષક સમીરશા દીવાનને પુષ્પગુચ્છ આપી આવકાર અપાયો હતો.
કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ સોલંકીએ
કર્યું હતું.
No comments:
Post a Comment