એકતાનગરમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી, વાલી મીટીંગ તથા
શાળા સ્થાપના દિન ઉજવણી
આપણા ભારતનો ગૌરવશાળી
ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિ સમાજમાં લઈ જઈ શકાય તે હેતુથી એકતાનગર પ્રા.શાળા
ધ્વારા તિરંગા રેલી, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, વાલી મિટિંગ તથા 41 મા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં જિ.
પં. સદસ્ય સાજીદભાઈ રાણા, ઉપસરપંચ મધુબેન ઠાકોર, સામાજિક કાર્યકર મનીષાબેન સોલંકી, પિયુષભાઈ પટેલ, ઈરફાનમીયાં કાજી, SMC અધ્યક્ષ ટીનાભાઇ
ઠાકોર, ઉપાધ્યક્ષ નવઘણભાઈ, સિદ્દીકભાઈ, આસીકભાઈ, એસ.એમ.સી. સભ્યો, મ.ભો.
કર્મચારીઓ, વાલીઓ, ભૂતપૂર્વ
વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હાજરી આપી હતી.
કાર્યક્રમની શરૂઆત 77 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે કરાઇ હતી. ઉપસરપંચ મધુબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સાથે મનીષાબેન સોલંકી પણ જોડાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરાયા બાદ શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે વાલીઓને શાળાકીય કાર્યક્રમોની માહિતી આપી, બાળકોના અભ્યાસ પ્રત્યે જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો. હાજર મહેમાનોએ પણ ઉદબોધન કર્યું હતું.
ઉદાર હાથે દાન આપનાર મનીષાબેન ખ્રિસ્તી તથા
ભૂતપૂર્વ આચાર્ય નવનીતભાઈ પંડ્યા તથા ઇશ્વરભાઇ ઠાકોરના ધર્મપત્નીનું શાળા ધ્વારા સન્માન
કરાયું હતું. બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો.
41 મા શાળા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે શાળામાં અનોખો માહોલ સર્જાયો હતો. 41 રાષ્ટ્રધ્વજને સલામી, 82 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આવકાર, 41 ફૂલછોડનું વાવેતર જેવા અવનવા આયામો હાથ ધરાયા હતા. મનીષાબેન ખ્રિસ્તી ધ્વારા શાળાને મળેલ રોકડ દાનમાંથી શાળામાં નાના ફૂલછોડના કૂંડા તૈયાર કરાયા હતા. અશરફી મુસ્લિમ સેવા ટ્રસ્ટ, નાપા ધ્વારા શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
મહમદમીયાં કાજી અને ભાવિકાબેન ઠાકોર તરફથી બાળકોને ચોકલેટ
તથા ગ્રા. પં. તરફથી બુંદીનું વિતરણ કરાયું હતું. શાળામાંથી અભ્યાસ કરી અન્ય સ્થળે વસવાટ કરતાં વિદ્યાર્થીઑનું સંમેલન કરી આગામી આયોજન ડોં. હિતેન સોલંકીએ સમજાવ્યું હતું. વાલીઓ તરફથી રોકડમાં દાન પણ
મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં શાળાનો સમગ્ર સ્ટાફ સહભાગી બન્યો હતો. કાર્યક્રમનું
સંચાલન મેજબીન, ફીઝા, સીમા અને કિરણભાઇ
સોલંકીએ અને આભારવિધિ કનુભાઈ રબારીએ કરી હતી.
No comments:
Post a Comment