માસ્ક અને શ્રીમદ ભગવદગીતાનું વિતરણ
હાલ ચાલી રહેલી કોરોના મહામારીથી બચવા 'માસ્ક એ જ વેક્સિન છે' ત્યારે બાળકોનું સ્વાસ્થ્ય સારૂ રહે તથા વાયરસજન્ય રોગોથી બચી શકાય તે હેતુથી એકતાનગર દૂધ મંડળીના સહયોગથી માસ્ક વિતરણ તથા ધો. 5 થી 8 ના બાળકોને સાંસ્કૃતિક વિચારો મળી રહે તે હેતુથી ગ્રામ અગ્રણી પિયુષભાઈ પટેલના સહયોગથી શ્રીમદ ભગવદગીતાનું વિતરણ કરવામાં આવ્યું.
દાતાશ્રી ગ્રામ અગ્રણી પિયુષભાઈ પટેલે હાજર સૌને કોરોના જેવા રોગોથી બચવા અવશ્ય માસ્ક પહેરવા અનુરોધ કરી મનને સ્વસ્થ રાખવા માટે શ્રીમદ ભગવદગીતાના વિચારોની આવશ્યકતા સમજાવી સર્વશાસ્ત્રમમયી ગીતાના વિચારોને જીવનમાં ઉતારવા પર ભાર મૂક્યો હતો. ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા આ વિચારો જોઈશે તેમ પણ જણાવ્યુ હતું.