Sunday, 26 June 2022

શાળા પ્રવેશોત્સવ - 2022

 એકતાનગર શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ તથા એક્તા રામહાટનું બાલાર્પણ


શાળામાં બાળકોને ભણવું અને રોકાવું ગમે એવા વાતાવરણમાં એકતાનગર શાળાના ધો. 1, 6 ના બાળકો અને આંગણવાડીના બાળકોને શાળા પ્રવેશોત્સવ દરમ્યાન હાજર મહાનુભાવોના હસ્તે શાળા પ્રવેશ આપવામાં આવ્યો. 

 

મુખ્ય મહેમાન તરીકે કૃષિ યુનિવર્સિટીના એગ્રીકલ્ચર કોલેજના પ્રિન્સિપાલ અને ડીન શ્રી ડો. નીતિનભાઈ શાહલાયઝન અધિકારી રવિભાઈ પટેલજિ.પં. સદસ્ય સાજીદભાઈ રાણાપૂર્વ તા. પં. પ્રમુખ ઈરફાનમીયાં કાજીસીઆરસીસી જયંતિભાઈ મકવાણાઉપસરપંચશ્રી મધુબેન ઠાકોરસાલીમમીયાં કાજીપિયુષભાઈ પટેલગ્રામ અગ્રણી સંજયભાઈ ઠાકોરએસએમસી અધ્યક્ષ સંજયભાઈ ઠાકોરદાતાશ્રી આશીકમીયાં કાજીનિવેદિતા ફાઉન્ડેશન પ્રતિનિધિ ત્રિશાબેન શાહઆંગણવાડી કાર્યકરો, વાલીઓએસ.એમ.સી સભ્યોશિક્ષકો તથા બાળકોએ હાજરી આપી હતી.

 

પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. કાર્યક્રમમાં મહેમાનોનું પુસ્તક આપી શબ્દોથી સ્વાગત શાળાના મુ.શી. ભાનુપ્રસાદ પંચાલે કર્યું હતું. આંગણવાડીના ભૂલકાઓ, ધોરણ 1 અને 6 માં નવીન પ્રવેશ પામેલ બાળકોને મહેમાનોના હસ્તે કુમકુમ તિલક કરી તથા દફતર કીટ આપી પ્રવેશ આપાયો હતો. આશીકમીયાં કાજી તરફથી ધો.૧ માં પ્રવેશ પામનાર બાળકોને દફતરની કીટ આપવામાં આવી હતી. 

 

મુખ્ય મહેમાન ડોં. નીતિનભાઈ શાહે બાળકોને આશીર્વચન પાઠવ્યા હતા. શાળાના બાળકો ટેકનોલોજીનો ઉપયોગથી અભ્યાસ કરી શકે તે હેતુથી પિયુષભાઈ પટેલ પરિવાર તરફથી 2 LED ટી.વી.ની ભેટ આપવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટશન સુવિધાને મહેમાનોના હસ્તે લીલીઝંડી આપવામાં આવી હતી. શાળાના બાળકો શાળામાંથી જ ખરીદી કરે ને ખરીદ પ્રક્રિયાની સમજ કેળવે તે હેતુથી રાજેશભાઈ પરમારના આર્થિક સહયોગથી શાળામાં 'એકતા રામહાટ' નું બાલાર્પણ કરવામાં આવ્યું હતું.

 

શાળાના મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલ તરફથી શાળાના બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું હતું. મહેમાનોના હસ્તે દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. 

 

શાળાની દિકરીઓએ 'આઝાદીના અમૃત મહોત્સવ' અને 'પાણી બચાવો' જેવા વક્તવ્ય પર વક્તવ્ય આપ્યું હતું. મહેમાનોના હસ્તે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો અને એસ.એમ.સી. સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહકાર આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન શાળાની બે દીકરીઓ અને કિરણભાઈ સોલંકીએ કર્યું હતું. આભારવિધિ ડૉ. હિતેન સોલંકીએ કરી હતી.   

No comments:

Post a Comment