Sunday, 12 June 2022

સ્કીલ્સ એન્ડ પર્સનાલિટી ડેવલપમેંટ વર્કશોપ - 2022

 સ્કીલ્સ એન્ડ પર્સનાલિટી ડેવલપમેંટ વર્કશોપ - 2022


બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવાના હેતુથી કૌશલ્યની કેડીએ અંતર્ગત એક્તાનગર શાળામાં 6 દિવસીય સ્કીલ્સ અને પર્સનાલિટી ડેવલોપમેન્ટ વર્કશોપનું આયોજન કરાયું હતું.

  

જિ.પં. પ્રમુખ હંસાબેન, ડાયટ પ્રાચાર્યશ્રી બનેસિંહ ગઢવી, સાજીદભાઈ રાણા - જિ.પં,સદસ્ય, ડોં.મીરાંબેન જાદવ, રોબર્ટ સર CREDP ચારુસેટ-ચાંગા, રિપલબેન તથા વિશ્વા બારોટ -નોબલ હેન્ડસ, મનીષાબેન સોલંકી -હ્યૂમન રાઇટ્સ સંસ્થા, આણંદ, ઈરફાનમીયાં કાજી, સાલીમમીયાં કાજી, પિયૂષભાઈ પટેલ, આકાશભાઈ શાહ, જ્યોત્સનાબેન ચૌહાણ-વકીલ, ડોં.પ્રતિક, અલ્પેશ પટેલ, સ્મિતાબેન જોશી, હરમાનજીભાઇ ઠાકોર, સંજયભાઈ ઠાકોર, મુ.શિ. ભાનુપ્રસાદ પંચા, શિક્ષકો તથા 75 થી વધુ બાળકો, વાલીઓ અને શિક્ષકોએ હાજરી આપી હતી.

 

 

કોલાઝ વર્ક, કેશગૂંફન, ફૂડ રેસીપીની સાથે સાથે બાળકોને  સ્કેટિંગ, ફૂટબોલ, ક્રિકેટ, બેડમિંટન જેવી રમવાની તક પણ પૂરી પાડવામાં આવી. વર્કશોપમાં હાજર બાળકોને મહેમાનોના હસ્તે ચારુસેટ,ચાંગા ધ્વારા કીટ તથા મીરાંબેન જાદવ તરફથી નોટપેડ પણ આપવામાં આવ્યા હતા. 

 

 છ દિવસ ચાલેલા આ વર્કશોપમાં બાળકોની સ્કીલની સાથે સાથે પર્સનાલિટીમાં બદલ આવે તે હેતુથી ડો. હિતેન સોલંકી અને મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે વિવિધ પ્રવૃત્તિઓ અને વાતો ધ્વારા સમજ આપી હતી.  

 

બાળકોને વાર્તા નિર્માણની સાથે સાથે પોતાની YouTube ચેનલ કેવી રીતે બનાવી શકાય તેની સમજ પણ એક્સપર્ટ ધ્વારા આપવામાં આવી. પોતાની રીતે અલગ અંદાઝમાં ફોટા પાડતાં પણ અલ્પેશભાઇ પટેલે શીખવ્યું હતું. શ્રેષ્ઠ પાંચ ફોટાને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.  

 

હાજર મહેમાનોના હસ્તે શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. વૃક્ષોનું જતન કરનાર 5 બાળકોને ‘વૃક્ષ મિત્ર’ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. 

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જ્યોત્સનાબેન અને સ્મિતાબેન તરફથી બાળકોને છોડના રોપાનું વિતરણ કરી, ઉછેરના સંકલ્પ બાદ મહેમાનોના હસ્તે શાળામાં વૃક્ષારોપણ કરાયું હતું. 

શાળાને ગ્રીન સ્કુલ બનાવવાના હેતુથી વૃક્ષોનું જતન કરનાર બાળકોને આગામી વર્ષે શાળા તરફથી ‘વૃક્ષ મિત્ર’ પુરસ્કાર તથા પિયૂષભાઈ પટેલ તરફથી રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઇ હતી. 

 


 જિ.પં. પ્રમુખ હંસાબેન તથા પ્રાચાર્યશ્રી બનેસિંહ ગઢવીએ વર્કશોપ અંતર્ગત થયેલી પ્રવૃત્તિઓને બિરદાવી બાળકોને આગળ વધવા અનુરોધ કર્યો હતો તથા બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. 

મહેમાનોએ પ્રદર્શન અને ખાદ્ય સ્ટોલની મુલાકાત લઈ રાખડી જેવી વસ્તુઓ પિયુષભાઈ પટેલ તથા સાલીમમીયાં કાજીએ ખરીદી બાળકોને ઉપયોગી થયા હતા. 

 


NGO ના એક્સપર્ટ ધ્વારા બાળકોને ક્રિકેટ, સ્કેટિંગ, બેડમિંટન પેઇન્ટિંગક્રાફ્ટ, વાર્તાકથન, સ્કેટિંગ, કરાટે, કેશગૂંફન, રાખી મેકિંગ, ફાસ્ટ ફૂડ રેસીપી, કોલાઝ વર્ક, ફોટોગ્રાફી જેવી પ્રવૃતિઓ બાળકોને નિઃશુલ્ક શીખવવામાં આવી હતી. 

શાળા સાથે જોડાઈને પ્રવૃત્તિઓમાં સહયોગી થવા બદલ મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે સહયોગી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર વર્કશોપનું સંચાલન ડો. હિતેન સોલંકીએ કર્યું હતું. સમાપન કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ સોલંકીએ કર્યું હતું. 

 

આભાર : સરદાર ગુર્જરી, નયા પડકાર, ચરોતર ભાસ્કર.
















1 comment: