Sunday, 19 June 2022

કીટ વિતરણ કાર્યક્રમ

 સ્વામિનારાયણ ગોકુલધામ, નાર ધ્વારા શાળામાં કીટ વિતરણ કાર્યક્રમ


સ્વામિનારાયણ ગોકુલધામ, નાર આયોજિત 'સદવિદ્યા' સેવાયજ્ઞ અંતર્ગત એકતાનગર પ્રા. શાળામાં અભ્યાસ કરતાં બાળકોને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં એસ.એમ.સી અધ્યક્ષ સંજયભાઈ ઠાકોર, ગ્રામઅગ્રણી સંજયભાઈ ઠાકોર, એસ.એમ.સી સભ્યો, વાલીઓ, બાળકો, મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ તથા શાળાના શિક્ષકોએ હાજરી આપી હતી.

 

કાર્યક્રમની શરૂઆત પ્રાસંગિક ઉદબોધનથી કરવામાં આવી હતી. શાળાના શિક્ષક કિરણભાઈ સોલંકી સૌને શબ્દોથી આવકારી સ્વામિનારાયણ ગોકુલધામ, નાર સંસ્થા દ્વારા આણંદ જિલ્લાના સરકારી શાળાના તમામ બાળકોને સંસ્થા પેન્સિલ, બિસ્કિટ, નાસ્તાનો ડબ્બો, નોટબુક, ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેની વિગતો આપી હતી.


શાળાના શિક્ષક કનુભાઈ રબારીએ સંસ્થા પરિચય કરાવી સંસ્થાના કામોની ઝાંખી કરાવી હતી. સી.આર.સી.સી. જયંતિભાઈ મકવાણાએ શાળા મુલાકાત લઈ કાર્યક્રમ માટે શુભકામનાઓ પાઠવી હતી. 


સ્વામિનારાયણ ગોકુલધામ, નાર આયોજિત 'સદવિદ્યાસેવાયજ્ઞ અંતર્ગત બાળકોએ કીટ વિતરણ કાર્યક્રમમાં ગ્રામજનોએ હાજરી આપી હતી. 

 

ધોરણવાર બાળકોને મહેમાનોના હસ્તે કીટ વિતરણ આપવામાં આવ્યું હતું. 
બાળકોના ચહેરા પર ખૂબ જ ખુશી જોવા મળી હતી.  
 

શાળાના મુખ્યશિક્ષક ભાનુપ્રસાદ પંચાલે પોતાના ઉદબોધનમાં સંસ્થાના દાતાઓનો આભાર વ્યક્ત કરી વાલીઓને બાળકો માટે સતત પ્રવૃત્ત રહેવા જણાવ્યુ હતું. કાર્યક્રમમાં હાજર સૌ મહેમાનોના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. એસ.એમ.સી સભ્યો અને શાળા પરિવારે બાળકોને કીટ વિતરણ કરવા બદલ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.  


1 comment: