Thursday, 31 December 2020

માસ્ક અને શ્રીમદ ભગવદગીતાનું વિતરણ

 માસ્ક અને શ્રીમદ ભગવદગીતાનું વિતરણ

હાલ ચાલી રહેલી કોરોના મહામારીથી બચવા 'માસ્ક એ જ વેક્સિન છે' ત્યારે બાળકોનું સ્વાસ્થ્ય સારૂ રહે તથા વાયરસજન્ય રોગોથી બચી શકાય તે હેતુથી એકતાનગર દૂધ મંડળીના સહયોગથી માસ્ક વિતરણ તથા ધો. 5 થી 8 ના બાળકોને સાંસ્કૃતિક વિચારો મળી રહે તે હેતુથી ગ્રામ અગ્રણી પિયુષભાઈ પટેલના સહયોગથી શ્રીમદ ભગવદગીતાનું વિતરણ કરવામાં આવ્યું. 


એકતાનગર દૂધડેરીના ચેરમેન હરમાનજીભાઈ ઠાકોર, ગ્રામ અગ્રણી પિયુષભાઈ પટેલ તથા મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ હિતેનભાઈ સોલંકી તથા શાળા સ્ટાફે હાજરી આપી હતી. Covid -19 ની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી દૂધ મંડળી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હાજર મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની માહિતી શાળાના મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલે આપી હતી. 


ધોરણ 1 થી 8 ના બાળકોને દાતાઓના હસ્તે માસ્ક તથા ધો. 5 થી 8 ના બાળકોને શ્રીમદ ભગવદગીતાનું વિતરણ કરવામાં આવ્યું હતું. 


શાળાના શિક્ષકોને પણ માસ્ક અને ગીતાજી ભેટ આપવામાં આવ્યા હતા. એસ.એમ.સી. અને શાળા પરિવાર વતી ભાનુપ્રસાદ પંચાલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.


દાતાશ્રી ગ્રામ અગ્રણી પિયુષભાઈ પટેલે હાજર સૌને કોરોના જેવા રોગોથી બચવા અવશ્ય માસ્ક પહેરવા અનુરોધ કરી મનને સ્વસ્થ રાખવા માટે શ્રીમદ ભગવદગીતાના વિચારોની આવશ્યકતા સમજાવી સર્વશાસ્ત્રમમયી ગીતાના વિચારોને જીવનમાં ઉતારવા પર ભાર મૂક્યો હતો. ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા આ વિચારો જોઈશે તેમ પણ જણાવ્યુ હતું. 

  

નયા પડકાર અને સરદાર ગુર્જરી આ બંને વર્તમાનપત્રો અમારી શાળાના કાર્યની નોધ લઈ શાળાના વિવિધ કાર્યોની સુગંધ બધા વાચકો સુધી પહોચાડવા બદલ આભાર બંને વર્તમાનપત્રોના સંચાલકોનો... 



Friday, 18 December 2020

ફીટ ઈન્ડિયા સ્કૂલ વીક વર્ચ્યુયલ ઉજવણી - 20

ફીટ ઈન્ડિયા સ્કૂલ વીક વર્ચ્યુયલ ઉજવણી - 20 

શારીરિક તંદુરસ્તી એ જીવનનું અગત્યનું પાસુ છે. વર્ષ 2019 થી મેજર ધ્યાનચંદના જન્મદિવસ 'રાષ્ટ્રીય ખેલ દિવસ' થી ફીટ ઈન્ડિયા મુવમેન્ટ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. તેના ભાગરૂપે શાળા કક્ષાએ બાળકો સહભાગી બને તથા જીવનમાં તંદુરસ્તી અંગે કાળજી લેતા થાય તે હેતુથી શરૂ કરાયેલા આ કાર્યકમની એકતાનગર શાળામાં Online ઉજવણી કરવામાં આવી. આ ઉપરાંત,  શાળાની બાળાના અવાજમાં Podcast પણ રજૂ કરવામાં આવ્યું હતું.  


તંદુરસ્તી મેળવો, છોડો નહીં. 


તંદુરસ્તી રોગચાળાને હંફાવે છે. 


 

ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોજ 


 શાળાની ધો. 6 થી 8 ની બાળાઓ અને શિક્ષકો જોડાયા હતા. બાળકોએ 

નિબંધ સ્પર્ધા અને દોરડા કૂદમાં ભાગ લઈ સહભાગી બન્યા હતા. 


  


 

ફીટ ઈન્ડિયા સ્કૂલ વીક વર્ચ્યુયલ ઉજવણીમાં ભાગ લેવા બદલ શાળા અને સ્પર્ધકોને 

Online સર્ટીફિકેટ પણ મળ્યા હતા.   










Sunday, 6 December 2020

વિશ્વ દિવ્યાંગ દિવસ - 2020

વિશ્વ દિવ્યાંગ દિવસ 2020 

આચમન મણકો - 14 ' દિવ્યાંગતા '
શાળા ધ્વારા 'વિશ્વ દિવ્યાંગ દિવસ' ઉજવણીનો નમ્ર પ્રયાસ .
સાંભળવાનું ચૂકશો નહીં.

https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy8xZWQxOTdmMC9wb2RjYXN0L3Jzcw?ep=14

ચાલો, આટલું કરીએ :

1.  દિવ્યાંગ વ્યક્તિઓ માટે અવરોધમુક્ત વાતાવરણ તૈયાર કરીએ. 

2. આપણી સાથે દરેક કાર્યોમાં સહાનુભૂતિપૂર્વક સ્વીકાર કરી એમને દયા નહિ, અધિકાર આપીએ.

3. તેમના અસ્તિત્વનો સ્વીકાર કરી માન – સન્માન સાથે જીવવા હક પૂરો પાડીએ.

4. સમાન તકો પૂરી પાડી, સહભાગિતા વધે તેવા પ્રયાસો આદરીએ.

5. જરૂરી સમાવિષ્ટ શિક્ષણ મળે તથા સમયસર નાણાકીય સહાય થકી તેઓ સ્વનિર્ભર બને તે પ્રકારની 

   વ્યવસ્થામાં સહભાગી થઈએ.


Monday, 19 October 2020

ઓક્ટોબરનો આનંદ - 2020

ઓક્ટોબરનો આનંદ - 2020

 

બાળકોને શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી સ્વ. બાબુભાઇ પટેલ, નાપાના સ્મર્ણાર્થે પિયુષભાઈ પટેલના જન્મદિવસે એકતાનગર પ્રા. શાળા (નાપા)ને 300 લિટરના વોટર કુલરનું દાન આપવામાં આવ્યું. 

 

આ પ્રસંગે દાતાશ્રી પિયુષભાઈ પટેલ, તા.પં.સદસ્ય ઈરફાનમીયા કાજી, ઠાકોર સમાજના અગ્રણી હરમાનજીભાઈ ઠાકોર, ભરતભાઇ પટેલ, ભાવિનભાઇ, શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ તથા શિક્ષકોએ માસ્ક સહીત સામાજિક અંતર જાળવી હાજરી આપી હતી.


આ પ્રસંગે મહેમાનોના હસ્તે પર્યાવરણને શુદ્ધ અને સ્વચ્છ રાખવાના હેતુથી શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. દાતાશ્રી પિયુષભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કરી શાળાના પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત થતી નવીન પ્રવૃત્તિઓને બિરદાવી હતી. 

શાળાને વોટર કુલરનું દાન આપનાર પિયુષભાઈનું પુષ્પગુચ્છ વડે સન્માન કરાયું હતું. મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે પ્રાસંગિક ઉદબોધનમાં શાળા સાથે જોડાઈને પ્રવૃત્તિઓમાં સહયોગી થવા બદલ એસ.એમ.સી. અને શાળા પરિવાર વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

 


Friday, 2 October 2020

ગાંધી જયંતિ ઉજવણી - ૨૦૨૦ CRC Napa Kanya

 Gandhi Jayanti 2020


ગાંધી જયંતિ ઉજવણી - ૨૦૨૦   CRC Napa Kanya


એક બાળક દીવો લઈને જતો હતો. કંઈક શીખવવાના સંકલ્પ સાથે એક ઝેન સાધુએ તેને રોકીને પૂછ્યું કે, તને ખબર છે કે આ દીવામાં જ્યોતિ ક્યાંથી આવે છે?છોકરાએ સાધુ સામે જોઇને હળવેથી ફૂંક મારીને દીવો ઓલવી નાખ્યો અને કહ્યું કે, ‘જ્યાં આ જ્યોતિ જતી રહી, ત્યાંથી જ તે આવે છે !’ બાળકના આત્મવિશ્વાસ યુક્ત જવાબથી ઝેન સાધુ વિચારતા જ રહી ગયા હશે કે, મારે તેને શીખવવાનું હતું કે મારે શીખવાનું હતું ? મિત્રો, ગાંધી બાપુ કહેતા કે, સત્ય હંમેશા આત્મવિશ્વાસના પાયામાં રહેલું છે.

સત્યની સ્પર્ધા ન હોય ને સત્ય સ્પર્ધામાં પણ ન હોય. નિતાંત અને નિશ્ચલ સત્ય સ્પર્ધક હોઈ જ ન શકે. બાપુએ જ કહ્યું છે કે, સત્યાગ્રહની ખૂબી એ છે કે, તે આપણી પાસે આવી પડે છે તેને શોધવા જવું પડતું નથી. સત્ય એ ગાંધીજીને જીવન જીવવાનું ઉત્તમ બળ પૂરું પાડ્યું તેમ આપણને ય બળ આપે જ છે.

કોઈએ સાચું જ કહ્યું છે કે, ‘સત્ય અને અસત્યની ટક્કર માટીના ઘડાની અથડામણ જેવી છે. પથ્થર ઘડા પર પડે તો પણ ઘડો જ ફૂટે છે.’ સ્વતંત્ર અને ચિરસ્થાયી સત્ય એટલે જ પરમેશ્વર. સાચું બોલવાથી સામે વાળી વ્યક્તિનું હિત ન થતું હોય તો એ સત્ય પણ શું કામનું ? તેથી સત્યને જાણવું ને માણવું પડે. બાઈબલ માં કહેવાયું છે કે, ‘તું સત્ય જાણશે અને સત્ય તને છોડાવશે.’ 

સત્યની શોધમાં શ્રદ્ધા રાખીએ. ચાલો, મનોજ ખંડેરિયાના શબ્દોથી વાતને આટોપીએ. “ બધાનો હોઈ શકે સત્યનો વિકલ્પ નથી, ગ્રહોની વાત નથી સૂર્યનો વિકલ્પ નથી.” ૧૫૦ મી જન્જયંતી નિમિત્તે સત્યરૂપી પરમેશ્વરના પુજારી એવા ગાંધી બાપુને વંદન...

Sunday, 20 September 2020

સોહામણો સપ્ટેમ્બર - ૨૦૨૦

 

સોહામણો સપ્ટેમ્બર - ૨૦૨૦ 



રોટરી ક્લબ, બોરસદ ધ્વારા શાળા કક્ષાએ સુંદર કામગીરી કરતા શિક્ષકોનું દર વર્ષે સન્માન કરે છે. અમારી શાળાના શિક્ષક કિરણભાઈ સોલંકીનું પણ આ વર્ષે સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું એ અમારા માટે આનંદની વાત છે. આ તકે શાળા અને એસ.એમ.સી. પરિવાર કિરણભાઈ સોલંકીને અભિનંદન પાઠવે છે અને રોટરી ક્લબ, બોરસદ અને હેમંત ભાઈ મહીડાનો વિશેષ આભાર વ્યક્ત કરે છે.  સી.આર. સી. કક્ષાએ પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. સૌનો આભાર....


શાળામાં મધ્યાહ્ન ભોજનમાં બાળકોને શાળામાં તૈયાર થયેલું શાકભાજી અને ફળો મળે તે હેતુથી સરકારના ઉમદા હેતુને સિદ્ધ કરવા એમ.ડી.એમ. બોરસદના સુપરવાઈઝરે શાળાના કિચન ગાર્ડનની મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.    


નાપા કન્યા સી.આર.સી. ખાતે ચાલતા વર્ચ્યુઅલ સ્ટુડીયોમાં વિવિધ વિષયો અને પ્રકરણોને ધ્યાનમાં રાખી બાળકો માટે લેશન આપી રહ્યા છે. જેનો સીધો લાભ બાળકોને મળી રહ્યો છે. 


જરૂરીયાતમંદ એવા બાળકોને શોધી જે.સી.આઈ. મિલ્ક સીટી, આણંદના સહયોગથી મચ્છરદાની મળતા ધો. ૫ માં અભ્યાસ કરતી સીમાને  મચ્છરોથી છુટકારો મળી ગયો. આભાર : JCI teem 



'શાળાઓ બંધ છે પણ શિક્ષણ ચાલુ છે' ત્યારે પ્રજ્ઞા વર્ગોમાં ગુજરાતી અને ગણિત વિષયમાં પ્રવૃત્તિઓ કરી બાળકો સુધી પહોચાડવા શિક્ષકો પ્રયત્ન કરી રહ્યા છે તેનું પ્રતિબિંબ આ તસવીરોમાં જોવા મળે છે.










Friday, 11 September 2020

જે.સી.આઈ. દ્વારા બાળકોને માસ્ક તથા મચ્છર જાળી વિતરણ

 

એકતાનગર શાળામાં જે.સી.આઈ. દ્વારા બાળકોને માસ્ક વિતરણ તથા મચ્છર જાળીનું  વિતરણ

 

બાળકોનું સ્વાસ્થ્ય સારૂ રહે તથા વાયરસજન્ય રોગોથી બચી શકાય તે હેતુથી પર્યાવરણને શુદ્ધ અને સ્વચ્છ રાખવા બાળકો થકી થયેલી પ્રવૃત્તિઓને બિરદાવવાના હેતુથી જે.સી.આઈ. મિલ્ક સીટી, આણંદ દ્વારા બાળકોને માસ્ક વિતરણ તથા મચ્છર જાળીનું વિતરણ કરવામાં આવ્યું. 

જે પ્રસંગે જે.સી.આઈ. મિલ્કસીટી, આણંદના પ્રમુખ પિયુષભાઈ ચાવડા, જે.સી.વીક ચેરમેન અમિતભાઈ કાછીયા, કો.ઓ. ભગીરથ વહોરા, પ્રો.ચેરમેન ગીતાબેન ચાવડા, અન્ય જે.સી.આઈ. સભ્યો, એસ.એમ.સી. અધ્યક્ષ રમીલાબેન ઠાકોર તથા મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે હાજરી આપી હતી.

હાજર મહેમાનોનું પ્રેરણા પુસ્તિકા અને શાળા બાગના કાશ્મીરી ગુલાબથી સ્વાગત કરાયું હતું. જે.સી.આઈ. દ્વારા આત્મનિર્ભર જે.સી. વીકની શરૂઆતમાં બોરસદ તાલુકાની એકતાનગર પ્રા. શાળામાં શાળા સ્વચ્છતા સંદર્ભે હેન્ડવોશ મશીન ભેટ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આયુર્વેદિક દવામાં ઉપયોગી વૃક્ષોનું વૃક્ષારોપણ કરી ‘આયુર્વેદિક વન પ્રોજેક્ટ’ ની શરૂઆત કરવામાં આવી. શાળા અને સંસ્થા દ્વારા વર્ષ દરમ્યાન વૃક્ષોના ઉછેર, જતન અને સંવર્ધન કરી ‘આયુર્વેદિક વન’ તૈયાર કરવામાં આવશે. જરૂરિયાત મંદ બાળકોના ઘરે જઈ મહેમાનોના હસ્તે મચ્છરદાનીનું વિતરણ કરાયું હતું.

 

વર્ષ દરમ્યાન જે બાળકોએ વૃક્ષ વાવીને તેનું જતન કર્યું છે તે બાળકોને તેમના ઘરે સામાજિક અંતર સાથે વાલીની હાજરીમાં જે.સી.આઈ. મિલ્ક સીટી, આણંદ દ્વારા સંસ્થા અને શાળાના લોગો ધરાવતા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા લાયન્સ ક્લબ, અમૂલ આણંદ દ્વારા આ બાળકોને વૃક્ષ મિત્ર’ પ્રમાણપત્ર પણ આપી સન્માન કરવામાં આવ્યું હતું. 

લાયન્સ ક્લબ, અમૂલ આણંદના પ્રેસિડેન્ટ મનોજભાઈ પરમારે બાળકો, એસ.એમ.સી. અને શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. જે.સી.આઈ. મિલ્ક સીટી, આણંદના પ્રમુખ પિયુષભાઈ ચાવડાએ શાળાની પ્રવૃત્તિઓને બિરદાવી આગામી સમયમાં નવા આયામો સાથે સહભાગી થવાની ખાતરી આપી હતી. હિતેનભાઈ સોલંકીએ એસ.એમ.સી. અને શાળા પરિવાર વતી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ સોલંકીએ કર્યું હતું.

Monday, 7 September 2020

Dhabkar Sep. 2020

 
Dhabkar Sep. 2020

સૌ શિક્ષક મિત્રોને શિક્ષક દિનની શુભેચ્છાઓ...


શિક્ષક થવું એ દુર્લભમાં દુર્લભ ઘટના છે.




Thursday, 20 August 2020

ઓગષ્ટનું અવનવું. ૨૦૨૦

 

ઓગષ્ટનું અવનવું. - ૨૦૨૦  


સી.આર.સી. નાપાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલનું પ્રમાણપત્ર આપી સી.આર.સી.સી. જયંતીભાઈ મકવાણાના હસ્તે સન્માન કરાયું હતું. 

એસ.એમ.સી. અધ્યક્ષ રમીલાબેન, ગ્રા.પં.સભ્ય મંજુલાબેન, ઉપાધ્યક્ષ રાજુભાઈ તથા એસ.એમ.સી. સભ્યો અને શાળા સ્ટાફની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી કરવામાં આવી. 



ચાલુ માસે વરસાદથી પડી ગયેલ લીમડા તથા નુકશાનકારક ડાળીઓની એસ.એમ.સી. સભ્યો તથા ગ્રામજનોની હાજરીમાં હરાજી કરવામાં આવી.


શાળાના શિક્ષક કિરણભાઈ સોલંકીએ પોતાના વિષયમાં બાળકો સુધી જે તે પ્રકરણની વાત પહોચાડવા વર્ચ્યુઅલ સ્ટુડીઓમાં લેશન આપ્યો હતો.


નાપા કન્યા ખાતે એન.કે. વર્ચ્યુઅલ સ્ટુડિયોના શુભારંભ પ્રસંગે હાજર મહાનુભાવોએ પ્રા.શાળા એક્તાનગર ( નાપા ) ની મુલાકાત લીધી હતી. જિ. પ્રા. શિ. નિવેદિતાબેન ચૌધરી, TPEO બોરસદ એમ.બી.પાંડોર તથા બી.આર.સી.સી. બોરસદ રવિભાઈ પટેલ હાજર રહ્યા હતા.


મહેમાનોનું સ્વાગત ધબકાર, પ્રેરણા પ્રાર્થના અંક તથા પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત ખીલેલા કાશ્મીરી ગુલાબ દ્વારા કરાયું હતું.


શાળાના 38 મા સ્થાપના દિવસની યાદમાં બે ગણા વૃક્ષ ઉછેરના સંકલ્પ અંતર્ગત જિ. પ્રા. શિ. નિવેદિતાબેન ચૌધરીના હસ્તે ઔષધીય વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. શાળા સ્ટાફ પાસેથી શાળા વિકાસ, બાળકોના Online અભ્યાસ અને Teams થકી ચાલી રહેલા શિક્ષણની વિગતવાર માહિતી મેળવી હતી.


નાપા કન્યા ખાતે શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલને News 108ના ઝોનલ હેડ સાદિક સૈયદ તરફથી શિલ્ડ અને પ્રમાણપત્ર આપી કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરાયું હતું.